Sat. Oct 5th, 2024

ભીખ માંગવા પાકિસ્તાન જતો રહે, અજમેરમાં ભીખારી સાથે મારપીટની શરમજનક ઘટના

રાજસ્થાન:અજમેરમાં એક ભીખારી સાથે મારપીટનો શરમજનક મામલો સામે આવ્યો છે. એટલુ જ નહીં ભીખારીને મારતી વખતે કેટલાક લોકોએ તેને પાકિસ્તાન જતા રહેવાનુ પણ કહ્યુ હતુ.આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એ પછી અજમેર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વિડિયો હૈદ્રાબાદના મુસ્લિમ આગેવાન અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ શેર કર્યો છે.આ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક ભીખારીને કેટલાક લોકો મારી રહ્યા છે.

ભીખારીની સાથે તેના બાળકો પણ છે અને તેમને પણ લોકો માર મારી રહ્યા છે. એક વ્યક્તિ ભીખારીને કહેતો સંભળાય છે કે, તુ પાકિસ્તાન જતો રહે..ત્યાં તને ભીખ મળશે.વિડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ચુકી છે. પોલીસનુ કહેવુ છે કે, 21 ઓગસ્ટની આ ઘટના છે. જોકે પીડિત પરિવારની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ મારપીટ કરનારા લલિત શર્મા સહિતના પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઓવૈસીએ આ મામલાને હિન્દુત્વવાદી વિચારધારાનુ પ્રતિક ગણાવ્યો છે. ઓવૈસીએ કહ્યુ છે કે, હિન્દુત્વવાદીઓ પોતાને વિરાટ ગણાવવા માટે કોઈ મુસ્લિમ ફકીરને મારે છે તો ક્યારેક કોઈ બંગડીવાળાને મારે છે. આ ગોડસેવાદી વિચારધારાનુ પરિણામ છે. જો સમાજ તેનો સામનો નહીં કરે તો આ વિચારધારા કેન્સરની જેમ ફેલાતી રહેશે.ઉલ્લેખનીય છે કે, ઈન્દોરમાં પણ બંગડી વેચનાર એક મુસ્લિમ યુવકને ભીડે માર માર્યો હતો. તેના પર મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ હતુ કે, તે પોતાની ખોટી ઓળખ બતાવીને બંગડીઓ વેચી રહ્યો હતો તેના કારણે વિવાદ થયો હતો.

Related Post

Verified by MonsterInsights