ભોપાલ: સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ૨૧ વર્ષની યુવતી પર ચાલતી ટ્રેનમાં રેપ

ભોપાલ નજીકથી પસાર થઈ રહેલી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ૨૧ વર્ષની યુવતી ઉપર બળાત્કાર થયો હતો. યુવતીને પેન્ટ્રી કારના સ્ટોરરૃમમાં લઈ જઈને આરોપીએ દુષ્કર્મ કર્યું હતું.મુંબઈથી દિલ્હી આવી રહેલી ૨૧ વર્ષની યુવતી પર ભોપાલ નજીક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં ચાલતી ગાડીએ રેપ થયો હતો.

ભુસાવળ સ્ટેશનથી આ ટ્રેનમાં આવેલી યુવતી પાસે ટિકિટ ન હતી. એ ટ્રેનમાં આવીને દરવાજા પાસે સૂઈ ગઈ હતી. એ વખતે આરોપી તેની પાસે આવ્યો હતો અને જનરલ કોચમાં સીટ અપાવવાનો વાયદો કરીને તેને પેન્ટ્રી કારના સ્ટોરરૃમમાં  લઈ ગયો હતો. એ  પછી યુવતી ઉપર રેપ થયો હતો.

યુવતીએ બહાર નીકળીને ઘટનાની જાણ સાથી મુસાફરોને કરી ત્યારબાદ રેલવે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. એ પછી પેન્ટ્રી કારના તમામ સ્ટારની રેલવે પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછ તેમ જ ઓળખની પ્રક્રિયા શરૃ થઈ હતી.

આરોપીની ઓળખ થયા બાદ ઝાંસીથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ કહ્યું હતું કે તેણે આરોપીની પક્કડમાંથી બચવા માટે પ્રયાસો કર્યા ત્યારે તેણે ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights