Wed. Dec 4th, 2024

મધ્યપ્રદેશમાં પુર પીડિતોની મદદે ગયેલા ગૃહમંત્રી ખુદ ફસાઈ ગયા,જુઓ વિડીયો

મધ્ય પ્રદેશમાં હાર પુર જેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. જ્યાં દતિયા જિલ્લાના કોટરા ગામમાં બુધવારે પુરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા નાની એવી હોડી લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની બોટ પર એક ઝાડ પડ્યું જેના કારણે બોટ ખરાબ થઈ ગઈ. જે બાદ મંત્રી ફસાઈ ગયા હતા. જો કે વાયુસેનાની મદદ લઈને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે, બુધવારે મિશ્રા દતિયા જિલ્લામાં પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર સવારે સાડા 10 કલાકે કોટરા ગામમાં એક મકાનની છત પર લોકો ફસાયેલા હોવાની જાણકારી મળતા ગૃહમંત્રી તેમને બચાવવા માટે ટીમ સાથે બોટ લઈને પહોંચ્યા હતા.

અધિકારીએ જણાવ્યુ હતું કે, બચાવ દરમિયાન એક ઝાડ તેમની બોટ પર પડ્યું. જેના કારણે બોટમાં ખામી સર્જાઈ,અને તે ત્યાં જ ફસાઈ ગઈ. બાદમાં મિશ્રાએ સંબંધિત અધિકારીને મેસેજ મોકલ્યો અને પુર પીડિતોની મદદ માટે વાયુસેનાના એક હેલીકોપ્ટરની સેવા લીધી.

વાયુસેનાના જવાનાઓએ મિશ્રાને પહેલા તો હેલીકોપ્ટરમાં લીધા. બાદમાં નવ લોકોને ત્યાંથી બહાર કાઢી બચાવી લેવાયા. ત્યાર બાદ આ લોકોને સુરક્ષિત લઈ હેલીકોપ્ટર ત્યાંથી રવાના થયું.

Related Post

Verified by MonsterInsights