આજે PM મોદીના કેબિનેટ વિસ્તરણ બાદ 43 મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાંથી 15 કેબિનેટ મંત્રી અને 28 રાજ્યમંત્રી હતી. શપથ ગ્રહણ બાદ પીએમ મોદી દ્વારા મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કો ઓપરેશન બનાવાયા છે.
જ્યારે મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ કેમિકલ અને ફર્ટિલાઈઝરનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. સ્મૃત ઈરાનીને મહિલા, બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયનો પ્રભાર જ્યારે મહેન્દ્ર મુંજપરા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ રાજ્યમંત્રીનો પ્રભાર સોંપાયો છે. પીએમ મોદી સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંભાળશે.
આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રી બનાવાયા બનાવાયા છે. આ અગાઉ પિયુષ ગોયલ રેલ મંત્રી હતા. જ્યારે પિયૂષ ગોયલ હવે ટેક્ષટાઈલ મિનિસ્ટ્રીની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયની પણ ચાર્જ પણ તેમની પાસે રહેશે. આ ઉપરાંત અગાઉ પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન હવે દેશના નવા શિક્ષામંત્રી હશે.
શહેરી વિકાસ અને પેટ્રોલિયમ મંત્રાલય હરદીપસિંહ પુરીને સોંપવામાં આવ્યો છે.