મહીસાગર જીલ્લામાંથી એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્યની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની પણ અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને FSL અને ડોગ-સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્ય કારોભારી સભ્ય ત્રિભોવનભાઈ પંચાલ અને તેમનાં પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ મહીસાગર જિલ્લાના એસપી, લુણાવાડા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બનાવને પગલે સ્થાનિક ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ત્રિભોવનભાઈ પંચાલ મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથે પંચાલ સમાજના આગેવાન હતા. બંનેની હત્યા કોઈ તિક્ષ્ન હથિયાર દ્વારા કરવામાં આવી છે, તેનું દ્રશ્યોમાં જણાઈ રહ્યું છે. સાથે જ હત્યા ક્યારે કરાઈ? ક્યાં કારણથી કરાઈ? હત્યા પાછળ કોઈ રાજકીય કારણ તો જવાબદાર નથી ને? જેવા ઘણા સવાલો હજુ અકબંધ છે.
ત્રિભોવનભાઈનો મોબાઈલ હજુ પોલીસને મળ્યો નથી. મોબાઈલમાં રિંગ વાગે છે, જેથી મોબાઈલ લોકેશન શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. મોબાઈલ પોલીસના હાથમાં આવ્યા બાદ હત્યાનું કારણ જાણવું સહેલું બનશે.