મહુધા નગરપાલિકામાં કોંગ્રેસ નો ભવ્ય વિજય

230 Views

ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકા માં અઢી વર્ષે નો ટર્મ પૂરો થતાં ફરી અઢી વર્ષ ના ટર્મ માટે પ્રમુખ-ઉપ પ્રમુખ માટે નગરપાલિકા ની ચુંટણી યોજાઈ હતી જેમાં મલેક મીનાજ બાનું મહંમદ ફિરોઝ પ્રમુખ તરીકે તેમજ શાહિદખાન મિયાં ખાન પઠાણ ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે આમ છેલ્લા ૨૦ વર્ષ બાદ મહુધા નગરપાલિકા ની સત્તા હાલના મહુધા કોંગ્રેસના ધારા સભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોરના અથાગ પ્રયત્નો થી ભાજપ પાસે થી કોંગ્રેસે આંચકી લીધી છે.જેમાં મીનાજ બાનું ને ૧૩ વોટ જ્યારે ભાજપના વિધિ બેન ને ૧૦ વોટ મળ્યા હતા તેમજ શાહિદ ખાન પઠાણ ને ૧૩ અને અપક્ષ કાઉન્સિલર દીપકભાઈ સોઢા ને ૧૦ વોટ મળ્યા હતા આમ મહુધા નગરપાલિકા માં લાંબા સમય બાદ કોંગ્રેસ નો વિજય થતાં કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *