ગુજરાતની જાણીતી સિંગરને કોણે અપશબ્દો બોલી લાફો ઝિંકયો, જાણો આખી ઘટના

163 Views

‘માના આશિર્વાદ’ ફેમ ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની આ ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. પારાવાહિક ઝઘડામાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીએ દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને કાજલ મહેરિયા પર લાફો ઝીંકીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને માર પણ મારવામાં આવ્યો હતો.

મહેસાણાના મોઢેરામાં સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબાખાનના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી ત્યારે અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓ દોડી આવ્યા હતાં અને ત્યાં અચાનક કાજલ મહેરિયાને લાફો ઝિંકી દીધો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દે છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *