મહેસાણા ની વિસનગરની એમ.એન.કોલેજ ને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ M.N.કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો.
જ્યારે આ ઉપરાંત ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રીએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જેમાં આનંદીબેન પટેલે 1965-67 માં MSc કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. તેમજ શંકરસિંહ વાધેલા એ 1964માં MA ઇકોનોમિકસમાં અભ્યાસ કર્યો હતો.