સુરતમાં આ વર્ષે ગાયના છાણમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી રાખડી(rakhi ) પણ બજારમાં આવી છે. સુરતમાં ગૌ સંવર્ધન માટે કામ કરતી એક સંસ્થાએ ગાયના છાણમાંથી બનાવેલી આ વૈદિક રાખડીઓ તૈયાર કરીને તેને વેચાણ માટે બજારમાં મૂકી છે. જે હાલ રાખડી બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રાખડીઓ ખાસ આદિવાસી મહિલાઓ પાસે બનાવડાવામાં આવે છે. જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને રોજીરોટી મેળવી શકે.
છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓનું વેચાણ અને વપરાશ બંને વધ્યા છે. તેમાં પણ ગાયના છાણનો ઉપયોગ પર્યાવરણ માટે ફાયદાકારક હોય તેનો ઉપયોગ સૌથી વધારે વધ્યો છે. દિવાળી આવે એટલે બજારમાં ગાયના છાણમાંથી બનેલા દીવડા વેચાય છે તે જ પ્રમાણે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક્સ હોલિકા દહન માટે વાપરવામાં આવે છે. ગાયના દૂધ, મૂત્ર, છાણનો વ્યાપક ઉપયોગ કરી શકાય છે અને એટલે જ તો ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.
ત્યારે આ વર્ષે ગાયના છાણમાંથી બનેલી વૈદિક રાખડીઓ ખુબ ટ્રેંડમાં છે. આ રાખડી બનાવનાર વિજય અગ્રવાલ જણાવે છે કે તેમની પોતાની એક ગૌશાળા છે. જેમાં તેઓ ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. દિવાળીમાં તેઓ ઇકો ફ્રેન્ડલી દિવા અને હોળીમાં ઇકો ફ્રેન્ડલી સ્ટીક્સ બનાવે છે. અને આ વર્ષે વૈદિક રાખડી તૈયાર કરી છે. આ રાંકડી તેમને કચ્છમાં રહેતા એક મિત્રની ગૌશાળામાં બનાવી હતી. અને પછી તેમને તેમની ગૌશાળામાં આ રાખડી બનાવવાની શરૂઆત કરી છે. જેને વૈદિક રાખડી નામ આપવામાં આવ્યું છે.
આપણા શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવાનું કહેવામાં આવ્યું છે. સાથે સાથે તેઓઆદિવાસી મહિલાઓને રોજીરોટી આપીને પણ એક ઉત્તમ કામ કરી રહ્યા છે. આ રાખડીઓ 35 જેટલી આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. જે 30 રૂપિયા સુધીની કિંમતમાં મળી આવે છે.