ગુજરાત પોલીસને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ચાર પોલીસ કર્મી ખાખીવર્દીમાં પોલીસવાનમાં સંગીત વગાડીને મોજ કરી રહ્યા છે. ગુજરાતના પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્યૂટી કરતા ચાર પોલીસ કોન્સ્ટેબલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા ત્રણ પોલીસકર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

આ પોલીસકર્મીએ કોઈ માસ્ક પહેર્યું નથી. સામાન્ય રીતે જ્યારે પ્રજા માસ્ક ન પહેરે ત્યારે પોલીસ આકરો દંડ વસુલ કરે છે. પણ અહીં પોલીસવાનમાં પોલીસકર્મી માસ્ક વગરના જોવા મળ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ SP મયુર પાટિલે આ અંગે પગલાં લેતા ત્રણેય પોલીસ કર્મીઓને તેના આવા વ્યવહાર બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસનો આ પ્રકારના વ્યવહાર અયોગ્ય છે. એક પ્રેસ રીલિઝ જાહેર કરતા પોલીસે સ્પષ્ટતા કરી છે કે, કચ્છના SPમયુર પાટિલે આવા અભદ્ર વ્યવહાર, પરિવહનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અને પોલીસની છબી ખરાબ કરનારા આ પોલીસકર્મીના કૃત્યો બદલ ત્રણેય પોલીસ કર્મીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલમાં જગદીશ સોલંકી, હરેશ ચૌધરી તથા રાજા હિરાગરનો સમાવેશ થાય છે. આ ત્રણેય પોલીસકર્મી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરતા હતા. વીડિયોમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ જોવા મળી રહ્યા છે. જેઓ સંગીતની ધુન પર પોલીસવાનમાં ડાન્સ કરી રહ્યા છે. ડ્રાઈવર સહિત અંદર બેઠેલા કોઈ વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધ્યો નથી. કોઈએ ફેસ માસ્ક પણ પહેર્યું નથી.

 

આ વીડિયો પોલીસકર્મીના મોબાઈલમાંથી શુટ કરવામાં આવ્યો હતો. પણ આ વીડિયો ક્યારે શુટ કરવામાં આવ્યો છે એ સ્પષ્ટ થયું નથી. વીડિયોમાં જોવા મળતો ચોથો કોન્સ્ટેબલ બનાસકાંઠા જિલ્લામાં ડયૂટી કરે છે. એટલે ત્યાંના અધિકારીઓને પણ આ કોન્સ્ટેબલ સામે પગલાં લેવા માટે વાત કરવામાં આવી છે. આ મામલો સમગ્ર કચ્છમાં જોરશોરથી ચર્ચામાં રહ્યો છે. આ વીડિયોએ પોલીસ બેડામાં ચકચાર મચાવી છે. આ ઘટનાને ગંભીરથી લેતા પોલીસ ખાતા તરફથી કાયદેસરના પગલાં લેવાયા છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page