Sat. Dec 14th, 2024

મુઝફ્ફરનગર જિલ્લામાં માન્યમાં ન આવે એવો કિસ્સો સામે આવ્યો

મુઝફ્ફરનગર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક પતિને પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી તો પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીની હત્યા કરી નાખી. આરોપીએ પત્નીની હત્યા કર્યા બાદ 3 માસૂમ બાળકોને પણ ગંગા નહેરમાં ફેંકી દીધા.

આ ઘટના સોમવાર મોડી રાતની છે. જ્યારે પુરકાજી પોલીસ સ્ટેશન હદના બસેડી ગામમાં પપ્પુ નામના એક વ્યક્તિએ પત્નીને ગોળી મારી દીધી. આરોપી પતિ પત્નીની હત્યા કર્યા બાદ 3 માસૂમ બાળકોને લઈને ત્યાંથી ભાગી ગયો. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા.

બુધવારે સવારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને જ્યારે પૂછપરછ કરી તો આરોપીએ પોતાની બે પુત્રી અને એક માસૂમ પુત્રને પણ ગંગા નહેરમાં ફેકી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી. જેના પર પોલીસે માસૂમ બાળકોની શોધ માટે નહેરમાં ગોતાખોરોની ટુકડી કામે લગાવી. જો કે આટલા કલાકો વિત્યા છતાં હજુ બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી.

આ મામલે આરોપીએ મીડિયાના કેમેરા પર પોતે જ કબૂલ કર્યું કે પત્નીએ સંબંધ બાંધવાની ના પાડી તો તેણે પહેલા પત્નીને ગોળી મારી અને તેની હત્યા બાદ બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા. હાલ પોલીસે હત્યારા પતિની પૂછપરછ બાદ તમંચો જપ્ત કરીને તેને જેલમાં મોકલી દીધો છે.

Related Post

Verified by MonsterInsights