
કચ્છ મુન્દ્રા: અહા જુનના બદરરોડ પર વૈભવ પાર્ક નજીક આવેલા આશાપુરા મોલ નામના કરિયાણાની દુકાનનું શટર ઉંચુ કરી કાચનું પાટીશન તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા ૧૦ હજાર અને સુકામેવાનો જથ્થો ઉપાડી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આટલાથી સંતોષ ન થતાં તસ્કરોએ નજીકમાં આવેલી અન્ય કરિયાણાની દુકાનમાં પણ હાથ માર્યો હતો. સ્થળ પરથી ડુપ્લિકેટ ચાવીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ