Sat. Dec 7th, 2024

મુલાકાત / ફરી એકવાર અમિત શાહ ગુજરાત પ્રવાસ પર આવશે, સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે

રાજ્ય સરકાર હાલમાં ચર્ચા કરી રહી છે કે અષાઢી બીજના દિવસે આ વખતે અમદાવાદમાં રથયાત્રા યોજવામાં આવશે કે નહીં. જો કે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્રીજી તરંગના એંધાણ વર્તાઇ રહ્યાં છે. એટલે કે વૈજ્ઞાનિકો અને ડોકટરોએ પણ ત્રીજી તરંગની ચેતવણી આપી છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે આજે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આવી સ્થિતિમાં અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને મોટો સમાચાર આવી રહ્યા છે.

12 જુલાઇએ એક દિવસીય ગુજરાત પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ 12 જુલાઇએ એક દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં આવે છે. ત્યારે આ વખતે પણ તેઓ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસો પહેલા તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ ત્રણ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ફરી એકવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 12 જુલાઇના રોજ ગુજરાત આવશે અને રથયાત્રાના દિવસે તેઓ તેમના પરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. જોકે, આ કોરોના સમયગાળા દરમિયાન અમદાવાદ રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે કે કેમ તે જોવાનું બાકી છે.

 

Related Post

Verified by MonsterInsights