મુકેશ ખન્નાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેણે હિન્દુઓને એકજૂથ થવાની અપીલ કરતા કહ્યું કે, હિન્દુ ધર્મના લોકોએ અઠવાડિયામાં એક દિવસે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની જેમ ભેગા થવું જોઈએ, તેનાથી તેમને જોડાવાનો ચાન્સ મળશે. મુકેશ ખન્નાએ એમ પણ કહ્યું કે, હિન્દુઓએ પણ કટ્ટર બનવું જોઈએ અને પોતાની તાકત દેખાડવી જોઈએ. હાલમાં જ થયેલા દંગાઓ પર મુકેશ ખન્નાએ કહ્યું કે, આ પ્રી-પ્લાન્ડ હતા. સાથે જ એમ પણ કહ્યું કે, રાજનીતિના કારણે આ દંગા કરવામાં આવે છે કેમ કે નેતાઓને વોટ જોઈએ છે.

મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. ત્યારબાદ એક વીડિયો ઇન્ટરવ્યૂમાં પણ બોલ્યા. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, જુમાની નમાજ છે, સંડે માસ છે, પરંતુ હિન્દુઓનું શું છે? તેમની પાસે કયો દિવસ છે જ્યાં આખા દેશના હિન્દુ એક સાથે મળીને એક સમય પર કંઈક કોમન કરી શકે. હિન્દુઓમાં એકતાની અછત છે. યુનિટી નથી અને આ જ તેનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. આજના માહોલમાં આ તેમને મુશ્કેલીમાં નાખી શકે છે. હું ઇચ્છીશ કે અઠવાડિયામાં એક દિવસ ફાળવવામાં આવે.

એક ટાઇમ ફિક્સ કરવામાં આવે. જ્યાં વધુ ધર્મોના લોકોની જેમ તેઓ પોત પોતાના વિસ્તારમાં એકત્ર થાય અને ધર્મ રિલેટેડ એક્ટિવિટી કરે. તે તેમને જોડાવાનો ચાન્સ આપી શકે છે. મુકેશ ખન્ના વીડિયો ઇન્ટરવ્યૂમાં બોલ્યા કે, જ્યારે ચાઈના વોર કરે છે તો લોકો એક સાથે આવે છે. હિન્દુ વહેંચાઈ જાય છે, હરિજનોને અલગ કરે છે, તેઓ જઈને ખ્રિસ્તી બની જાય છે. હિન્દુઓને પોતાના જ રાષ્ટ્રમાં પોતાનો કોઈ એક દિવસ નથી. આખા દેશના મુસ્લિમ એક જ દિવસે જુમાની નમાજ પડે છે.

તેણે આગળ કહ્યું કે, હું તેના વખાણ કરું છું. મેં સાંભળ્યું છે કે, આખી દુનિયામાં 190 કરોડ મુસ્લિમ છે. તેઓ એક છે અને 100 કરોડ હિન્દુઓ વહેંચાઈ જાય છે. મેં ધર્માચાર્યોને કહ્યું છે કે, અઠવાડિયાનો એક દિવસ પસંદ કરે. મંગળવારનો દિવસ એડજસ્ટ કર્યો. પોતાના પરિવારને લઈને એક કે અડધો કલાક બેસો. આખા ભારતમાં જ્યારે હિન્દુ એવી રીતે બેસશે તો તેમની તાકત એવી જ દેખાશે જેમ મુસ્લિમોમાં દેખાય છે. મુકેશ ખન્નાએ કહ્યું કે, બધાની પાસે કામ છે. આટલી વ્યસ્ત જિંદગીમાં 1000 વ્યક્તિ આવવા અને ગાયબ થઈ જવા સાધારણ વાત નથી.

મુકેશ ખન્નાએ કહ્યું કે, દંગા પ્રી-પ્લાન્ડ હતા. તેમની અંદર એકતા છે. હિન્દુઓમાં નથી. કારણ એ છે કે એ લોકો સાથે બેસે છે. કોઈ ધર્મ હિંસા કરવા માગતો નથી. રાજનૈતિક વહેણમાં કરવામાં આવે છે. તેમને વોટ જોઈએ છે. મમતા બેનર્જી બંગાળમાં કોને ખુશ કરે છે આપણને દેખાય છે. તેમને વોટ જોઈએ છે. હું એકતા ઈચ્છું છું. કોઈ ધર્મને ઓછો વધારે કરવાની વાત નથી. મુસ્લિમોને લોકો કટ્ટર બોલે છે અને હિન્દુઓને સાંપ્રદાયિક બોલવા લાગે છે. હું હિન્દુઓને કહું છું કે પોતાના ધર્મ માટે કટ્ટર બનો, પરંતુ બીજા ધર્મને નીચે દેખાડવા નહીં. ખ્રિસ્તી પણ એક કોલ પર આવી જશે, હિન્દુ ક્યારેક એક સીટી પર ભેગા નહીં થાય.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page