Tue. Jan 14th, 2025

મોટાભાગના બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાંથી પકડાયા, પૈસા કમાવવાની લાલચ આટલી બધી કે લોકોના જીવ સાથે કર્યા ચેડા

ગુજરાતમાં જીવલેણ કોરોના વચ્ચે  કાળાબજારીઓ પકડાયા છે, બીજી તરફ બોગસ તબીબો પણ પકડાયા છે. રાજ્યમાં કુલ 221 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં, ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રાજ્યના 33 જિલ્લાના બોગસ તબીબો વિરુદ્ધ કુલ 210 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 9 ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જ્યારે 185 ચાર્જશીટ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટાભાગના બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાંથી પકડાયા છે.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં રાજ્યમાં બીજા ક્રમે બોગસ તબીબો છે, ભરૂચમાંથી 28 અને બનાસકાંઠાના 27 લોકો. હવે આ ચોંકાવનારો સવાલ એ છે કે આ ડુપ્લિકેટ ડોકટરોએ કેટલાય લોકોના જીવ સાથે ચેડા કર્યા હશે.

 

 

 

Related Post

Verified by MonsterInsights