વર્ષ 2021 સરકારી કર્મચારીઓ માટે સારું વર્ષ સાબિત થઈ રહ્યું છે કારણ કે મોદી સરકાર તેમના પ્રત્યે સંપૂર્ણપણે મહેરબાન છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે કર્મચારીઓના ભથ્થાં અને અન્ય પેકેજોમાં કાપ મૂકશે નહીં. રાજ્યસભામાં રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરીએ ખુદ આ જાહેરાત કરી હતી. હકીકતમાં, એક ભય હતો કે સરકારી કર્મચારીઓના ભથ્થામાં કાપ આવશે. તેમના ભયને દૂર કરવા માટે, રાજ્યસભાના એક સભ્યએ રાજ્યના નાણામંત્રીને આ અંગેનો સવાલ પુછી લીધો હતો.

કોરોના બીજી લહેર દરમિયાન લોકડાઉન માં ઘણા સરકારી વિભાગોમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવામાં આવ્યું હતું. મતલબ કર્મચારીઓ ઘરેથી કામ કરતા હતા. આ કારણે, કર્મચારીઓને લાગ્યું કે સરકાર તે સમય દરમિયાન ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પાછું લઈ શકે છે.

જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પંકજ ચૌધરીએ જવાબ આપ્યો કે સરકાર આવું કશું નથી વિચારી રહી તેવો જવાબ આપ્યો હતો.

મંત્રીએ કહ્યું કે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ સંબંધી 1 જુલાઈ, 2021 થી મોંઘવારી ભથ્થા-મોંઘવારી રાહતનો હપ્તો બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને જુલાઈ 2021થી 28 ટકાના દરે (17 ટકા વર્તમાન દર ઉપર 11 ટકા) પર મોંઘવારી ભથ્થું-મોંઘવારી રાહતની રકમ મળશે. વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને કર્મચારીઓના વેતન અને ભથ્થા સંબંધી વાત છે તો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પહેલેથી જ લાગુ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page