મોદી રમકડા અને કૂતરાને બદલે પરીક્ષાની ચિંતા કરે : ‘મન કી બાત’ને રેકોર્ડબ્રેક કરાયું DISLIKE

32 Views

દેશમાં જેઇઇ તથા નીટની પરીક્ષાઓ આવતીકાલથી શરુ થઇ રહી છે અને એન્જીનીયરીંગ તથા મેડીકલમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી આ પરીક્ષાઓ મુદ્દે ગઇકાલે સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને ડીસલાઈક કરીને પરીક્ષા યોજવાના સરકારના નિર્ણય પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગઇકાલે ટવીટર પર સ્ટુડન્ટ ડીસલાઈક પીએમ મોદી, મન કી બાત નહીં સ્ટુડન્ટ કી બાત અને ટવીટર એડ ડીસલાઈક ઓપ્શન તેવો ટ્રેન્ડ થયો હતો. વડાપ્રધાને ગઇકાલે મન કી બાતમાં રમકડા અને કૂતરાઓની વાત કરી હતી. મોદીએ લોકોને વિદેશી ઓલાદના નહીં પરંતુ ભારતીય વંશના કૂતરાઓ પાળવા માટે સલાહ આપી હતી. ગઇકાલે વડાપ્રધાનની મન કી બાત સૌથી બોગસ હોવાનું એક ચિત્ર ઉપસ્યું છે અને વિદ્યાર્થીઓએ ટવીટર પર મોદીના ભાષણની ટીકા કરતાં કહ્યું કે રમકડા અને કૂતરાની નહીં પરીક્ષાની વાત કરો. આ ચેનલો પર અને ભાજપની ચેનલ પર અંદાજે 3.3 મીલીયન સબક્રાઈબર એમાં સૌથી વધુ ડીસલાઈક મળી છે. પીએમઓ ચેનલ પર 26,000 લાઈક અને 47,000 ડીસલાઈક મળી હતી. પીઆઈબીમાં 3600 લાઈક અને 9400 ડીસલાઈક મળી હતી.

ભાજપામાં 36,000 લાઈક અને 3,08,000 ડીસલાઈક મળી હતી. ભાજપના એકાઉન્ટમાં પોસ્ટ કરતાં એક યુઝર્સે લખ્યું કે, નીટના મામલામાં અમીર લોકો કે જેની પાસે કાર છે અને હોટલના ભાડા પોષાય તેમ છે તેઓ પરીક્ષા આપી શકશે, ગરીબ વિદ્યાર્થીઓનું સ્વપ્નુ સાકાર થશે નહીં. વડાપ્રધાને અત્યારે કૂતરાની વાત કરી રહ્યા છે એને બદલે લાખો વિદ્યાર્થીઓના જીવન ખતરામાં છે તેની ચિંતા કરવી જોઇએ.

આમ વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદીએ અત્યાર સુધી કરેલા મન કી બાત કાર્યક્રમમાં સૌથી વધુ ડીસલાઈક ગઇકાલે મળી હતી. એવી પણ ક કોમેન્ટ આવી હતી કે એસએસસીનું રીઝલ્ટ આવ્યું નથી, રેલવેમાં નિયુક્તિ મળતી નથી. એનટીપીસી અને ગ્રુપ ડીની પરીક્ષાની તારીખો જાહેર થતી નથી. સરકાર આ ક્યાં સુધી આ રીતે આ ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *