મોબાઈલમાં PUBG બંધ ? પણ અહિંયા હજી રમી શકશો ભારતીય યુવાનોની ફેવરિટ ગેમ

4,167 Views

અમદાવાદ : ભારત દ્વારા ચાઈનીઝ એપ પર કરેલા ત્રીજી સર્જિકલ સ્ટ્રાઈકમાં PUBG મોબાઈલ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે બુધવારે પબજી અને લુડો ગેમ સહિત કુલ 118 ચાઈનીઝ એપ બેન કરવાનો નિર્ણય લીધો છે.

મોદી સરકારના આ નિર્ણયથી એક વર્ગ ખુશ છે તો ગેમરસીયો બીજો એક વર્ગ નાખુશ છે. દેશભરમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ ગેમ પર પ્રતિબંધ લાદ્યો છે. પ્રતિબંધનું કારણ એ છે કે પાડોશી દેશ ચીનની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાંની એક ટેન્સેન્ટ હોલ્ડિંગ્સની પેટાકંપની, ટેન્સન્ટ ગેમ્સ સાથે પબજી જોડાયેલ છે. જ્યારે હાલ તો ગૂગલ અને Apple એપ્લિકેશન સ્ટોર્સ આ 118 એપ ઉપલબ્ધ છે પરંતુ, ટૂંક સમયમાં તેને બ્લોક કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે PUBG અને PUBG મોબાઇલ વચ્ચે ચોક્કસ મૂંઝવણ છે. સરકારે લાદેલ પ્રતિબંધ મોબાઇલ સંસ્કરણ પર છે, અને તે મુખ્ય પબજી પર એટલેકે કન્સોલ અને પીસી પર નથી તેથી આ બંને પ્લેટફોર્મ પર પબજી ગેમ કાર્યરત રહેશે. PUBG અથવા પ્લેયરસ અનનોઉન બેટલ ગ્રાઉન્ડ્સ મૂળરૂપે આઇરિશ વિડિઓ ગેમ ડિઝાઇનર, બ્રેન્ડન ગ્રીન દ્વારા બનાવવામાં આવી હતી. પર્સનલ કોમ્યુટર અને કોનસોલ વિકસાવ્યા બાદ દક્ષિણ કોરિયાની ગેમિંગ સ્ટુડિયો ધરાવતી કંપની બ્લુહોલે આ પબજી ખરીદી લીધી.

ત્યારબાદ ચીનની દિગ્ગજ કંપની ટેનસેન્ટને પબજીનું મોબાઇલ એડપ્શન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને 2017માં બ્લુહોલમાં મોટી રકમનું રોકાણ કરીને તેમાં 1.5% હિસ્સો અને ગેમિંગ સ્ટુડિયોને સંપૂર્ણપણે હસ્તગત કરવાની યોજનાની ઘોષણા કરી હતી. આજની તારીખે ટેનસેન્ટ બ્લુહોલના સૌથી મોટા શેરહોલ્ડરોમાંના એક છે આમ પબજીનો ચીન સાથેનો પ્રત્યક્ષ સંબંધ હોવાથી સરકારે તેના પર પ્રતિબંધ લાદ્યો છે.

સૌથી નોંધનીય બાબત એ છે કે ટેન્સેન્ટનો સહયોગ પબજીના મોબાઇલ સંસ્કરણ સુધી મર્યાદિત છે અને ચાઈનીઝ કંપની પીસી અને ગેમિંગ કન્સોલ સાથે સંબંધિત નથી. હકીકતમાં પીસી અને કન્સોલ પરની આ રમત વધુ મુશ્કેલ અને અદ્યતન છે.

હવે આ ચર્ચા અન્ય મહત્વપૂર્ણ વિષય પર પહોંચે છે કે જો ચાઇનીઝ સંગઠનોવાળી મોબાઇલ ગેમ્સને પ્રતિબંધિત કરવામાં આવી રહી છે, તો પછી ભારત સરકારે પીસી અને ગેમિંગ કન્સોલ પર ઉપલબ્ધ ચાઇનીઝ સ્ટુડિયોની રમતોને કેમ અવગણ્યું? શું તમને લાગે છે કે તે અયોગ્ય છે, અથવા સરકારનું મોબાઈલ એપને ટાર્ગેટ કર્યા બાદનું નવું લક્ષ્‍ય ચાઇનીઝ સ્ટુડિયોની રમતોને બેન કરવાનું હોઈ શકે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *