મોરબીના હળવદના રણમલપુર ગામે ગઈકાલ સાંજે ખેતર માં હુમલો કરી એક યુવાનની હત્યા અને બીજા એક યુવાનને ઈજા થતાં માટે ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ બુકાનીધારીઓએ હુમલો કર્યાની સ્ટોરી ઘડી હતી. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામની વાડીમાં પિત્તરાઈ ભાઈએ જ હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઈકાલે સાંજે હળવદના રણમલપુર ગામે યુવાન વરમોરા હરેશભાઈ ચતુરભાઈ ઉ.39 ને ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના કાકાના દીકરા હસમુખ ભાઈ રણછોડભાઈ વરમોરો.40 વર્ષ તેના પર હુમલો કરતા ગંભીર હાલતમાં ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની ફિલ્મી સ્ટોરીની માહિતી પોલીસને મળી હતી.
બનાવની ગંભીરતાને લઈને હળવદ પોલીસ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળની વિઝિટ કરી ઇજાગ્રસ્ત યુવાન હસમુખ વરમોરાએ બુકાની ધારીઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું જેને લઈને પોલીસે સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસને જાણ કરનાર ઇજાગ્રસ્ત પિત્તરાઈ ભાઈ જ નીકળ્યો હત્યારો
હળવદનાં રનમલપુર ગામે થયેલ આ હત્યામાં ડીવાયએસપી સ્થાનિક પોલીસની ઝીંણવટ ભરી તપાસમાં પિત્તરાઈ ભાઈએ ભાઈનું ઢીમ ઢાળ્યું હોવાની માહિતી મળતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી સારવાર લઈ રહેલા હસમુખ વરમોરાને સારવાર બાદ પોલીસે ઈન્વેસ્ટિગેટ કરવાનું શરૂ કરતા પોલીસને દાળમાં કઈક કાળું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
હવે ફક્ત વાત પોલીસને કડક પુરાવાની હતી પરંતુ પોલીસે ધીરજ રાખી ઠંડા કલેજે પૂછપરછ ચાલુ રાખી હતી અને અંતે હસમુખ વરમોરા ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો જેમાં હસમુખ વરમોરાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેને જ સમગ્ર ઘટના પર પડદો પાડવા નાટકીય ઢબે સ્ટોરી ઘડી અને હત્યાને અંજામ આપ્યો છે અને પોલીસને ખોટી દિશામાં તપાસ માટે ગુમરાહ કરવા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે એવું જણાવી પોતે પણ જાતેને જાતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.
પરંતુ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડયો હતો અને મૃતકનાં પિતરાઈ ભાઈ હસમુખ રણછોડભાઈ વરમોરા (ઉ.40) એ જ પોતાનાં ભાઈ હરેશભાઈ વરમોરાનું ધારીયા જેવા હથિયારથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું હોવાની ચોંકાવનારી કબૂલાત આપતા હળવદ પોલીસ
પોલીસની પ્રાથમિક તપાસમાં પિત્તરાઈ ભાઈ હરેશ પાસે હત્યા નિપજાવનારને રૂપિયાની લેતી દેતી હોવાથી આ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.જો કે આધારભૂત સુત્રોમાં જણાવ્યા અનુસાર આ હત્યા પાછળ સ્ત્રી પ્રકરણ પણ જવાબદાર હોવાનું લોકચર્ચાનો વિષય બન્યો છે.હાલ હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ત્યારે ભાઈએ એજ ભાઈની હત્યા નિપજાવ્યાની વાત હળવદ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.