ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદની અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી છે. જેમાં મોરબીના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદના પગલે મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે.
જેના લીધે પાણીની આવક વધતાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા ૨૧ ગામોને એલર્ટ કરવામાં પણ આવ્યા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર આવેલ ગૌરીદળ, રતનપર, હડાળા, આણંદપર કોઠારીયા, કોટડા નાયાણીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.