Thu. Sep 19th, 2024

યુપીના એક IPS ઓફિસર સામે, એક યુવતીને હેરાન પરેશાન કરવાની થઇ ફરિયાદ

યુપીના એક આઈપીએસ ઓફિસર સામે યુવતીને હેરાન પરેશાન કરવાની ફરિયાદ થઈ છે.યુવતીના પિતાએ મુખ્યમંત્રીને સંબોધન કરીને ટ્વિટર પર કરેલી ફરિયાદ બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ છે.

ફરિયાદ કરનાર યુવતીના પિતા ગાઝીયાબાદના રહેવાસી છે .તેમણે આરોપ લગાવ્યો છે કે, એક વરિષ્ઠ આઈપીએસ ઓપિસર મારી પુત્રીને રાત્રે ફોન કરીને પરેશાન કરે છે.યુવતીના પિતાએ ટ્વિટર પર ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપીના પોલીસ વડા તેમજ આઈપીએસ એસોસિએશનને પણ ટેગ કર્યુ છે.

યુવતીના પિતાએ આઈપીએસ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.સાથે સાથે આ ઓફિસર ભ્રષ્ટ હોવાનો આરોપ પણ યુવતીના પિતાએ લગાવ્યો છે.જેના પગલે હવે યુપીના પોલીસ વડાએ અન્ય એક ઉચ્ચાધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપી છે.

Related Post

Verified by MonsterInsights