યુપી સહિતના અન્ય રાજ્યોની જેમ હવે ગુજરાતમાંય લવજેહાદનો કાયદો અમલમાં આવશે. ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલાં લવજેહાદ ઉપરાંત અશાંતધારા સુધારા વિધેયક સહિત આઠ વિધેયકો પર રાજ્યપાલે મંજૂરીની મહોર મારી દીધી છે. જે હવે કાયદાના સ્વરૂપમાં અમલી બનશે.
છેલ્લાં કેટલાંય વખતથી એવુ જોવા મળી રહ્યુ હતું કે, કેટલાંક અનિષ્ટ તત્વો લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં હતાં જેના કારણે આવા કૃત્ય અટકાવવા ગુજરાત ફ્રિડમ ઓફ રિલીજન એક્ટને વિધાનસભામાં રજૂ કરાયો હતો તેને રાજ્યપાલે મંજૂરી આપી છે. આમ, વિધાનસભામાં રજૂ કરાયેલાં કુલ આઠ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી છે.
આ અિધનિયમની જોગવાઇનો ભંગ કરી મિલ્કતોની તબદીલી કરવામાં આવી રહી હતી જેના કારણે ગેરકાયદેસર રીતે મિલ્કતોની તબદીલી રોકવા રજૂ કરાયલાં અશાંતધારા સુધારા વિધેયકને રાજ્યપાલે બહાલી આપી છે.
ગુજરાત પંચાયત બિલમાં હવે જિલ્લા પંચાયત સેવા સમિતીને નાબૂદ કરી વર્ગ-3વી સીધી ભરતી કરવા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને સત્તા આપવા સુધારો કરાયો હતો તેને ય મંજૂરી અપાઇ છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો-સંસૃથાઓમાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ બાબત સુધારા વિધેયક ઉપરાંત આયુષ કોર્સના અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસના પ્રવેશ પ્રક્રિયામાં 15 ટકા બેઠકો સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ સંસૃથા,ખાનગી સંસૃથા માટે જયારે 85ટકા બેઠકો રાજ્ય સરકાર દ્વારા ભરવાના મુદ્દે સુધારો કરવા રજૂ કરાયેલાં વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી છે.
14મી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકારે કુલ મળીને 15 વિધેયકો રજૂ કર્યા હતાં. ગુજરાત પંચાયત સુધારા વિધેયક, ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક , ગુજરાત ફ્રિડમ ઓફ રિલીજીયન સુધારા વિધેયક,ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક , ગુજરાત કલિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ વિેધેયક પર રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે.