રથયાત્રા : (144 મી) રથયાત્રાને ગણતરીની મિનિટો જ બાકી છે. મંગળા આરતી બાદ બીજી વિધિ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને મંદિરની બહાર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23,000 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
જેમાં 34 એસઆરપી કંપનીઓ, નવ સીઆરપીએફ કંપનીઓ, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટ સાથે, 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરવામાં આવી છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે રથયાત્રા રૂટની ચેકીંગ કર્યું. જેમાં તેઓએ મકાન, દુકાન, ફૂટપાથ,છત, રેલિંગ, શંકાસ્પદ લાગતી જગ્યા અને વાહનો સહિત પર સામાન ખસેડીને તપાસ કરી. જેથી રથયાત્રા દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવે. તેમજ કોઈ બનાવ ન બને અને કોઈ દુર્ઘટના થતા ટાળી શકાય.