રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈમરજન્સી સર્વિસે સ્પુતનિકે જણાવ્યું કે 7 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે બાકીના 16 જીવતા હોવાની કોઈ માહિતી નથી. આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે રિમોટ વિસ્તારમાં જૂના વિમાનોમાં દુર્ઘટનાઓ ઘટી નથી.TASS સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ડિઝાસ્ટર મંત્રાલયે કહ્યું કે વિમાનમાં પેરાશૂટમાંથી કૂૂદનારાઓનું એક ગ્રુપ સવાર હતું. હાલ કાટમાળમાંથી 7 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે. આ વિમાન L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળું શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે.
તાજેતરમાં જ રશિયામાં વિમાનના સુરક્ષા માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ છતાં દૂરના વિસ્તોરોમાં દુર્ઘટનાઓ વારંવાર થતી રહે છે. આ પહેલા એન્ટોનોવ એનએન -26 વિમાન ગત મહિને પૂર્વ રશિયામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જેમાં છ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે જુલાઈમાં કામચટકામાં એક પ્લેન દુર્ઘટનામાં એન્ટોનોવ એનએન-26 ટ્વિન-એન્જિન ટર્બોપ્રોપમાં સવાર તમામ 28 લોકોના મૃત્યુ થયા હતા.