Wed. Sep 11th, 2024

રાજકોટ:કળિયુગી પુત્રએ સામાન્ય બાબતે, પિતાને ઉતાર્યા મોતને ઘાટ

રાજકોટમાં એક પુત્રએ જ તેના સગા બાપની હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટમાં પિતાએ લગ્નમાં જતા પુત્રને સાથે લઈ જવાનું કહેતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બોથડ પદાર્થ મારી પુત્રએ પિતાની હત્યા નિપજાવી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

રાજકોટના રૈયા ગામમાં ઘરકંકાસમાં પુત્રએ ઈંટોના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા નિપજાવી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આરોપીને કબ્જે લઈ આગાળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે જો કે પિતા પુત્ર વચ્ચે કઈ બાબતને લઈ તકરાક થઈ હતી તે હજુ સામે આવ્યું નથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ સ્થાનિકોની પૂછુપરછ પણ કરાઈ રહી છે. રૈયા ગામે બનેલી ઘટનાને લઈ ચારે તરફ ચર્ચાએ જોર પકડ્યું છે તેમજ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે પિતાને ઈંટ મારી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights