Wed. Jan 22nd, 2025

રાજકોટમાં ચેકિંગના નામે ‘સેટિંગ’,શ્રમ વિભાગના અધિકારી ખુલ્લેઆમ લાંચ લેતા CCTVમાં કેદ

રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં સોયથી લઈને સેટેલાઈના પાર્ટ સુધીની વસ્તુનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી નાના ઉદ્યોગક્ષેત્રે મસમોટું મૂડી રોકાણ રાજકોટમાં થયું છે. આ માટે તપાસ કરવાના બદલે સીધા કારખાનેદારો પાસેથી રૂપિયા લેતા હોવાની વાત ઉઘાડી પડી છે. જેમાં એક લાંચિયો અધિકારી રંગેહાથ ઝડપાયો છે.

ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી કચેરીના અધિકારીઓની જવાબદારી ઉદ્યોગોમાં લોકોનું શોષણ ન થાય એ જોવાની છે. પણ રાજકોટમાંથી સામે આવેલા ચિત્ર પરથી એવું લાગે છે કે, અધિકારીને આર્થિક રીતે મળતા વળતરથી સંતોષ નથી. આ ક્ષેત્રે ફરજના પાવર હેઠળ થતો મોટો ભ્રષ્ટાચાર છતો થયો છે. લેબર ઓફિસર કલ્પેશ પંડ્યા અને ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટિ સર્ટિફાઈંગ સર્જન ડૉ. કેતન ભારથી ચેકિંગના નામે ‘સેટિંગ’ કરવા પહોંચ્યાની વિગત જાણવા મળી છે. જે મળે એ રકમ લઈને પોતાના ખિસ્સામાં પધરાવી રહ્યા છે.

ડૉ. ભારથી સીધા કારખાનાઓમાં જઈને રૂ.5000ની માગ કરી રહ્યા છે. કારખાના માલિક પૈસા આપતા ડૉ. ભારથી એને ગણ્યા વગર સીધા જ પોતાની બેગમાં નાંખી હસતા મોઢે બહાર નીકળી, કારમાં બેસી બીજા કારખાના તરફ રવાના થયા. જાણે બાંધેલો હપ્તો મળ્યો હોય. જ્યારે કલ્પેશ પંડ્યાએ કારખાનામાં હાજરી પત્રક અને બોનસપત્રક માગ્યું હતું. પછી બધુ પતાવવા માટે રૂ.7500ની માગ કરી હતી. અંતે રૂ.2500માં સોદો નક્કી થઈ ગયો.

જ્યારે ડૉ. ભારથી અને કેતન પંડ્યાનેન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, દંડ કરવાનું અમારામાં ન આવે. મીડિયાએ એમની પાસેથી એક મહિનામાં કેટલા દંડ અને કેટલી તપાસ કરી એ વિગત પૂછી હતી. ત્યારે તેણે લખ્યું કે, સ્થળ પર જઈને દંડ લઈ જ ન શકે. જ્યારે પુરાવાઓ અંગે વાત કરી ત્યારે બંનેએ કહ્યું કે, રૂબરૂ મળો તો કહીએ. પછી ફોન કાપી કાઢ્યો. આ બંને અધિકારીઓ અચાનક કોઈ ચેકિંગ કરવાના બદલે કારખાનામાં પહોંચીને પોતાનું વિઝિટ કાર્ડ બતાવે છે. હકીકતમાં તો કોઈ સરકારી અધિકારી ચેકિંગમાં જાય તો આઈડી કાર્ડ બતાવવાનું હોય છે. શ્રમ અધિકારી પંડયાએ કહ્યું કે, આ અંગે કોઈ મંજૂરી લીધી નથી. ઠગની જેમ કાર્ડ બનાવ્યા છે.

આ સમગ્ર વિગત ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી કચેરીના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારી એચ.એસ. પટેલનો સંપર્ક કરી અધિકારીઓના ખોટા ઉઘરાણા અંગે વિગત આપવામાં આવી હતી. એચ.એસ. પટેલે કહ્યું કે, આ મામલે ગાંધીનગરની ઉપલી કચેરીમામં વિગત આપો. ભ્રષ્ટચાર માટે એમને જ પગલાં લેવાના હોય છે. કચેરીએ મોકલી દેજો એવો ઉડાઉ અને ઠંડો જવાબ આપી સ્થિતિને જાણે થીગડું દેતા હોય એવો ઘાટ જોવા મળ્યો છે. કોણ અધિકારી, કેટલી લાંચ અને કેવા પુરાવા એ અંગે કંઈ જાણવા માટે પણ પૂછપરછ નથી કરી.

Related Post

Verified by MonsterInsights