Sat. Oct 5th, 2024

રાજકોટમાં PhDના વિદ્યાર્થીએ,આજી-2 ડેમમાં ઝંપલાવી કરી આત્મહત્યા, કારણ અખબંધ

જામનગર રોડ પરના ઈશ્વરીયા ગામ પાસે આવેલા આજી-ર ડેમમાં આજે સવારે ઝંપલાવી પીએચડીના છાત્ર આદિત્ય પ્રકાશ રાવલ (ઉ.વ.૨૪) એ આત્મહત્યા કરી લીધી હતી. એકલૌતા પુત્રના મોતથી તેના માતા-પિતા હચમચી ગયા હતા. કુવાડવા રોડ પોલીસને આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

આજે સવારે નિત્યક્રમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાઉ છું તેમ કહી આદિત્ય ઘરેથી પોતાના બાઈક પર નિકળી ગયા બાદ સીધો આજી-ર ડેમે પહોંચ્યો હતો. જયાં તેણે ઝંપલાવી દીધુ હતું. તેની લાશ તરતી જોઈ કોઈ નાગરીકે પોલીસ અને ફાયરબ્રીગેડને જાણ કરી હતી. ફાયરબ્રીગેડના તરવૈયાઓએ તત્કાળ સ્થળ પર જઈ તેની લાશ બહાર કાઢી હતી.

શરૂઆતમાં ગાંધીગ્રામ પોલીસની હદ જણાતા તેનો સ્ટાફ પહોંચી ગયો હતો. ત્યારબાદ કુવાડવા પોલીસની હદ નક્કી થતા તેના સ્ટાફે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. આદિત્યના ખિસ્સામાંથી તેનું આઈકાર્ડ મળી આવ્યુ હતું. જેના આધારે પોલીસે તેની ઓળખ મેળવી પરીવારના સભ્યોને જાણ કરતા લાશ ઓળખી બતાવી હતી.

એરપોર્ટ ફાટક પાસેના રાજકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા આદિત્યએ કયા કારણથી આ પગલુ ભર્યુ તે વિશે પોલીસને હાલ કોઈ માહિતી મળી નથી. તેના માતા-પિતા સહિતના પરીવારજનો શોકમાં ડુબેલા હોવાથી પોલીસે તેમની પુછપરછ કરવાનુુ મુનાસીબ માન્યુ ન હતું.

પોલીસે જણાવ્યું કે આપઘાત પાછળનું કારણ જાણવા તેના પરીવારજનોની ટુંક સમયમાં પુછપરછ કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights