રાજકોટથી મુંબઈ ફ્લાઈટમાં જતા માત્ર 45 મિનિટનો જ સમય લાગે છે. જોકે કોરોનાને કારણે હવે મુંબઈ પહોંચતા 2 કલાકનો સમય લાગશે. જેની પાછળનું કારણ છે વાયા અમદાવાદ. મુસાફરો ન મળતા હવે રાજકોટથી ઉપડતી મુંબઈ ની તમામ ફ્લાઈટ અમદાવાદ થઈને મુંબઈ જશે. જેને કારણે સમય પણ વધુ લાગશે.
રાજ્યમાં હાલમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હવે આ કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે. સંક્રમણ રોકવા માટે સરકારે નિયંત્રણો લગાવ્યા હતા. જેના માટે શહેરમાં સીટી બસો પણ બંધ રાખવામાં આવી હતી. ત્યારે હવે રાજકોટમાં પણ કોરાના કેસ વધતા લોકોએ આ કોરોનાકાળમાં મુસાફરી કરવાનું ટાળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે આ વાત એ પરથી સાબિત થઇ રહી છે કે, રાજકોટમા મુસાફર ન મળતા હવે રાજકોટ અને મુંબઇ ફ્લાઇટ હવે અમદાવાદ થઈ મુંબઇ પહોંચે છે. જે આ ફ્લાઇટ પહેલા 45 મિનિટમાં મુંબઇ પહોંચી જતી હતી. પરંતુ હવે આ ફ્લાઇટમાં મુસાફર ઘટતા તે હવે અમદાવાદ થઈને પેસેન્જર લઈને જતા મુસાફરો 2 કલાક બાદ મુંબઇ પહોંચે છે.
RT-PCR રિપોર્ટ ફરજીયાત, મુસાફરી ઘટી
કોરોનાના ભયને કારણે આરટીપીસીઆર ફરજિયાતના આગ્રહને કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે. છેલ્લા 11 દિવસથી આ રીતે ફ્લાઈટ ઊડી રહી છે. જેને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. રાજકોટ-મુંબઈ ફ્લાઈટ સાંજે 6.00 કલાકે ટેકઓફ થાય છે અને અમદાવાદ થઇને જતા આ ફ્લાઇટ મુંબઈ સાંજે 8.30 કલાકે લેન્ડ થાય છે. સામાન્ય દિવસોમાં આ ફ્લાઇટ સાંજે 7.00 સુધીમાં લેન્ડ થઈ જતી હતી. મુસાફરો નહિ મળવાથી રાજકોટ-મુંબઈ ફ્લાઇટ દિવસમાં ત્રણ વખત જ ઉડાન ભરી રહી છે.
ફ્લાઈટો શરૂ પણ મુસાફરી નહિ
રાજકોટ એરપોર્ટ પર કોરોનાની બીજી લહેર પહેલા દિવસમાં 11 ફ્લાઇટ ઉડાન ભરતી હતી. પરંતુ કોરોનાનો કહેર થતા હવે માત્ર દિલ્હી અને મુંબઈની જ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. તેમાં પણ જૂજ પેસેન્જરો જ પ્રવાસ કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ફેલાવના ડરે લોકો ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. તો બીજી તરફ પરિવાર સાથે પ્રવાસ કરવા જવાનું પણ ટાળી રહ્યા છે જેને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે.