રાજકોટના જસદણ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી.


આ કાર પલટી ખાઈને રોડ નજીક આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં 4 લોકો સવાર હતા. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page