ગુજરાતમાં કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. દરેક ફરસાણમાં સરેરાશ કિલોએ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. રાજકોટમાં 1 કિલો ગરમ ગાંઠિયા પહેલા 390 રૂપિયાના ભાવે વેચાતા હતા.
જે હવે 400 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે તો પૌવા ચેવડો, તીખા ગાંઠિયા અને ફરાળી ચેવડો પણ કિલો દીઠ 10 રૂપિયા મોંઘો થઇ ગયો છે.