Sun. Oct 13th, 2024

રાજકોટ / નકલી દવા કેસમાં ધોરણ 7 સુધી અભ્યાસ કરનારા બોગસ ડોક્ટર અને પત્ની સહિત 3 સામે ગુનો નોંધાય

રાજકોટ : શહેરના શ્રમજીવી સોસાયટી પાસે ઓશો હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાવાના કેસમાં પોલીસે નકલી ડૉક્ટર અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.તેમની સાથે સંકળાયેલા આરોપી પ્રિન્સ દઢાણિયા સામે પણ ગુનો દાખલ કરાયો છે.

માત્ર 7 ધોરણ સુધી ભણેલા પરેશ પટેલે ગેઝેટમાં સોગંદનામું કરીને ડૉક્ટર લખાવીને પોતાના નામમાં જ સુધારો કરાવીને ‘ડૉક્ટર પરેશ પટેલ’ લખાવી દીધુ હતું. પરેશ પટેલ જે દવા વેચતો હતો તેના પેકેજિંગને લઈ વ્રજરાજ ઓર્ગેનિકના માલિક ઉપેન્દ્ર નથવાણીએ ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ પોલીસે તપાસ કરતા ઓશો હોસ્પિટલમાંથી 1.58 લાખની એક્સપાયરી ડેટવાળી દવા જપ્ત કરી હતી. મહત્વનું છે કે પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો.


સીરપને ડ્રમમાં નાખી એમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બૂસ્ટર, મધુમેહનાશક જેવા નામથી વેચતો હતો. આવી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે કહ્યું કે ઓશો ક્લિનિકમાં મળેલો દવાનો જથ્થો વિશ્વાસપાત્ર નથી.આ દવા પર લખેલો FSSAI નંબર પણ ખોટો છે, તો દવાના જથ્થા પરનું ફૂડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ પણ ખોટું છે.

આ કેસમાં પોલીસે બોગસ ડોકટર પરેશ પટેલ, તેની પત્ની અને ની સાથે સંકળાયેલા આરોપી પ્રિન્સ દઢાણિયા સામે સામે IPCની કલમ 465, 467, 272, 274, 275, 120બી, 34 મુજબ ગુનો દાખલ કર્યો છે.

Related Post

Verified by MonsterInsights