રાજકોટના જસદણમાં એસ.ટી ડેપોમાં સુવિધાના નામે મિડું છે. જસદણ એસ.ટી ડેપોમાં જવાનો લાગશે ડર. જસદણ એસ.ટી ડેપોની અંદર અંધકાર છવાઇ ગયો છે. એક પણ લાઈટ નથી ચાલુ હાલતમાં નથી. મુસાફરો સરકારી એસ.ટી બસમાં બેસવા જવાથી ડર રહ્યા છે.
જસદણમાં એસ.ટી ડેપો મેનેજરની બેદરકારી સામે આવી છે. જસદણ સરકારી ડેપોની અંદર પંખા, લાઈટ, એનાઉન્સ સ્પીકર, સીસીટીવી, કેમેરા, પીવાના પાણી જેવી બધી સુવિધાઓ નથી. મુસાફરો હેરાન પરેશાન થઈ રહી છે.
જસદણ સરકારી એસ.ટી ડેપો મેનેજર અમુક સુવિધા ઉપલબ્ધ નથી ખુદ સ્વીકારે છે. અમુક સુવિધા બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે જસદણ ડેપો મેનેજર ભાવનાબેને આ વાતનો સ્વીકાર કર્યો છે.
એસટી બસમાં મુસાફર કરતા લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યુ કે જસદણ એસટી ડેપોમાં રાત્રી સમયે અંધકારમાં જોવા મળે છે. ડેપોમાં લાઈટની સુવિધા તેમજ પંખા, પીવાનું પાણી, સીસીટીવી કેમેરા, એનાઉન્સ સ્પીકર જેવી સુવિધા શોભના ગાંઠિયા સમાન છે.
બહેન દીકરીઓને રાત્રી મુસાફરી કરીને જ્યારે ઘરે આવે ત્યારે ઘરે પહોંચી કે નહીં તેનો ડર સતાવી રહ્યો છે. કારણ કે જસદણ ડેપોમાં લાઈટ સહિતની સુવિધાઓ નથી. ત્યારે લુખ્ખાતત્વો દ્વારા જસદણ ડેપોમાં અનેકવાર લૂંટફાટ અને મારામારી થઈ છે, ત્યારે મુસાફરો જીવન જોખમે મુસાફરી કરી રહ્યા છે.