રાજકોટ : આજે રાજકોટ ખાતે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની 61 મી સામાન્ય સભા મળી હતી. આ વર્ષ દરમ્યાન થયેલા સામાન્ય સભામાં વ્યવહારોને સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લાની અંદર 900 થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છે.

જેમાં થી 50% ઉપરની મંડળીઓનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે રદડીયાએ ઉત્પાદનમાં થતાં ભેળસેળને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

જયેશ રદડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, દૂધના ઉત્પાદનમાં આ વર્ષે નફામાં પણ નોંધપાત્ર ફાયદો નોંધાયુ છે. જેમાં આ વર્ષે 9 કરોડથી વધુનો નફો થયો છે. દૂધ ઉત્પાદનમાં ભેળસેળ કરનારા સામે લાલ આંખ કરી હતી, અને કોઈ પણ ઉત્પાદક ભેળસેળ કરતા હશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે તેવું ટકોર પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page