Wed. Jan 22nd, 2025

રાજકોટ / સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા રૂ .40 નો વધારો થયો

રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધઘટ જોવા મળી રહ્યો છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને વૈશ્વિક બજારના વધઘટની અસર ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવોને પણ અસર થશે તે સ્વાભાવિક છે. ત્યારે રાજકોટમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા રૂ .40 નો વધારો થયો છે. જો આપણે કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવની વાત કરીએ તો હાલના ભાવ રૂ .40 વધી રૂ .2,300 પર પહોંચી ગયો છે. જ્યારે સિંગતેલના તેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે છે, ત્યારે નવી કિંમત રૂ .40 વધી રૂ .2,440 પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલના તેલની સૌથી વધુ માંગ છે. રાજ્યમાં લગભગ 4.5 થી 54 લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે વૈશ્વિક બજારના કારણે ભાવમાં વધઘટ જોવા મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં સરેરાશ 25 થી 30 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય છે. છતાં ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાઇ રહ્યાં છે.

Related Post

Verified by MonsterInsights