રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં 5 ઓક્ટોબરે મતદાન યોજાશે. 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાણી શરૂ થશે.રાજકોટ એપીએમસીની ચૂંટણીમાં, ખેડુતોવિભાગની 10, વેપારીવિભાગની 4 અને સહકારવિભાગની 2 સહિત 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, બેડી સ્થિત રાજકોટ માર્કેટિંગ યાર્ડની મુદ્દત 8 જુલાઈએ પૂરી થતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજવાની મંજૂરી આપવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરી હતી. ત્યારબાદથી રાજકોટ એપીએમસીની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.