Sat. Oct 5th, 2024

રાજકોટ / હર્ડ ઇમ્યુનિટી અંગે માહિતી મેળવશે, મહાનગરપાલિકા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરશે

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજકોટ મનપા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. 2 ઓગસ્ટથી 20 જેટલી આરોગ્ય શાખાની ટીમો દ્રારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. આ ટીમ 18 વોર્ડમાં સર્વે કરશે અને એક ટીમ 36 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લેશે.


આ અંગે રાજ્ય સરકાર દ્રારા આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સીરો સર્વેથી શહેરમાં હર્ડ ઇમ્યુનિટી કેટલી છે તે અંગેનો ખ્યાલ આવશે. દેશના કોરોનાની બીજી લહેર દરમ્યાન અનેક વાર સીરો સર્વે હાથ ધરવામાં આવ્યા છે. તેમજ હાલ રાજયમાં કોરોના વેકસિનેશનની કામગીરી ચાલી રહી છે.

 

Related Post

Verified by MonsterInsights