રાજકોટમાં કોરોનાના કપરાં કાળમાં ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ કરનાર ખાનગી શાળાઓની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. શહેરની 200 જેટલી ખાનગી શાળાઓ દ્વારા નવા વર્ષ માટે ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ મૂકી હતી, જે નામંજૂર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ કે, મોટાભાગની શાળાઓ દ્વારા ભૌતિક સુવિધાઓ વધારવાની માગ સાથે આ ફી વધારો માંગ્યો હતો જો કે કોરોનાના કપરા સમયમાં ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું અને હજુ પણ ઓનલાઇન શિક્ષણ ચાલશે ત્યારે ભૌતિક સુવિધાઓ વધારવાની કોઇ જરૂરિયાત લાગતી નથી. જે ખાનગી શાળાઓની માંગણી અયોગ્ય હોવાથી આ ફી વધારો એફઆરસીએ નામંજૂર કર્યો છે.