આ પહેલા સોમવારે કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટીવ જોવા મળ્યા હતા. જ્યારબાદ કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ ની મેચ સ્થગિત કરવી પડી હતી.બે દિવસની અંદર ત્રણ ખેલાડી કોવિડ-19 પોઝિટિવ. એવા સમાચાર આવી રહ્યા હતા કે આઈપીએલની બાકીની બધી મેચ મુંબઈમાં રમાડાશે, પણ સાહાનો કોવિડ 19 ટેસટ પોઝીટિવ આવ્યા પછી આઈપીએલને હાલ સસ્પેંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલના અત્યાર સુધીના કુલ 29 મેચ રમાય ચુક્યા છે.
આ ત્રણ ખેલાડીઓ ઉપરાંત ચેન્નઈ સુપરકિંગ્સ કૈપથી બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીની પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી છે. આઈપીએલ 2021 બાયો સિક્યોર એંવોયરમેંટમાં રમાય રહી હતી. જ્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રો બોર્ડ (બીસીસીઆઈ) ના વાઈસ-પ્રેસિડેંટ રાજીવ શુક્લાએ એએનઆઈએ જણાવ્યુ કે આઈપીએલ 2021ને હાલ સસ્પેંડ કરી દેવામાં આવી છે.