રાજ્યમાં કોરોના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. ગાંધીનગરમાં મનપામાં કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે. કોરોનાની બીજી લહેરની દહેશત શરૂ થઈ જતા ચૂંટણી પંચે ગાંધીનગર માનપાની ચૂંટણી સ્થગિત કરી દીધું હતું.
ગાંધીનગરમાં કોરોનાની બીજી તરંગ પૂર્ણ થવાને આરે છે. ખાસ કરીને ગાંધીનગર મનપામાં કેસની સંખ્યા લઘુત્તમ થઈ ગઈ છે. જેથી મનપાની ચૂંટણી યોજાઈ શકે છે, તે પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે. અગાઉ 11 વોર્ડ માટે ગાંધીનગર ચૂંટણી યોજાઇ હતી. 18 ગામોના નવા સીમાંકન પછી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. 23 આપ ઉમેદવારો ગાંધીનગરના 8 વોર્ડમાં પણ ચૂંટણી લડવાના હતા