Fri. Sep 20th, 2024

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી

અમદાવાદ : નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે.

અમદાવાદ ની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે તેવી હવામાનવિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદનીસાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું.
ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ માં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે. 15 જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી કરી ગઈ છે.

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી છે. તો અમદાવાદમાં 15 જૂનની આસપાસ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

Related Post

Verified by MonsterInsights