Sat. Oct 5th, 2024

રાજ્યમાં IPSની બદલી મામલે સૌથી મોટા સમાચાર, આ 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી થઈ શકે છે

રાજ્યમાં IPS ની બદલી અંગે JANTANEWS 360 પર સૌથી સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે. રાજ્યના 3 મહાનગરોના પોલીસ કમિશનરોની બદલી થશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની બદલી થઈ શકે છે.

આઈપીએસ અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો સોંપવામાં આવી શકે છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપવામાં આવી શકે છે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબીના ડિરેક્ટર બનાવાય તેવી સંભાવના છે.

આ 5 નામો રાજકોટ પોલીસ કમિશનરની રેસમાં

રાજકોટ પોલીસ કમિશનરની રેસમાં 5 નામો ચાલી રહ્યાં છે. જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન, નીરજા ગોટરૂ, કે.એલ.એન રાવ, નરસિમ્હા કોમર વગેરેના નામ રેસમાં ચાલી રહ્યાં છે.

જિલ્લા પોલીસ વડા તરીકે વર્ષ 2017 ની બેચના પ્રોબેશનલ આઈપીએસની નિમણૂક થવાની સંભાવના છે. ગાંધીનગર, ગોધરા, દાહોદ અને અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાઓની બદલી થવાની સંભાવના છે. વડોદરા અને સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપીની પણ બદલી થવાની સંભાવના છે. અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થવાની સંભાવના છે.

 

Related Post

Verified by MonsterInsights