Sat. Oct 5th, 2024

રિલાયન્સ-ફ્યુચર ડીલ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ,RILના શેર 2% તૂટ્યો

ફ્યુચર-રિલાયન્સ રિટેલ ડીલ મામલામાં મુકેશ અંબાણીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ ફ્યુચર-રિલાયન્સ રિટેલ ડીલ મામલામાં અમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે રિલાયન્સ-ફ્યુચર ડીલ પર સ્ટે આપ્યો છે. સુુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રિલાયન્સ, ફ્યુચર ગ્રુપની રિટેલ સંપત્તિ ખરીદવાની ડીલ પર આગળ ન વધી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફ્યુચર રિટેલના વેચાણને રોકવા માટે સિંગાપોર આર્બિટ્રેટરના ચુકાદાને લાગુ કરવામાં આવી શકે છે. ફ્યુચર રિટેલની રિલાયન્સ રિટેલની સાથે 3.4 અબજ ડોલર(24713 કરોડ રૂપિયા)ની ડીલ આર્બિટ્રેટરના ચુકાદાને લાગુ કરવા માટે યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં રિલાયન્સ અને ફ્યુચર રિટેલની વચ્ચે ડીલ થઈ હતી. આ ડીલની વિરુદ્ધ અમેઝોન સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટમાં પહોંચી છે. 25 ઓક્ટોબર 2020ના રોજ સિંગાપોરની કોર્ટે આ ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સિંગાપોર કોર્ટે પણ કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી. ત્યાંની કોર્ટ ઝડપથી આ અંગે ચુકાદો આપે એવી શક્યતા છે. ઓક્ટોબરમાં ડીલ પર પ્રતિબંધ લગાવ્યા પછી કોર્ટે કહ્યું હતું કે તે 90 દિવસમાં જ કોઈ ચુકાદો આપશે, કારણ કે આ પ્રતિબંધ સિંગાપોર કોર્ટે લગાવ્યો હતો, આ કારણે રિલાયન્સ અને ફ્યુચર આ આદેશને માનવા માટે બંધાયેલા નહોતા. આ કારણે સિંગાપોરની કોર્ટનો આદેશ લાગુ કરવા માટે અમેઝોને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.

Related Post

Verified by MonsterInsights