રેલવે બોર્ડે એક પરિપત્ર બહાર પાડીને 1700 ટ્રેનોને જૂના ભાડા પર પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. હવે આ ટ્રેનો કોરોના પહેલાની જેમ દોડશે. આ કારણે, કોરોનાને કારણે ટ્રેનોમાં કોઈ વિશેષ ચાર્જ લેવામાં આવશે નહીં.
પરંતુ હજુ પણ જનરલ ક્લાસની ટિકિટ મળશે નહીં. કોવિડ-19 પ્રોટોકોલ પણ ચાલુ રહેશે. આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે મુસાફરોને 30 ટકા વધુ ભાડું ચૂકવવું પડતું હતું.
જાહેર કરેલા સર્કૂલરમાં તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, હવે ફરીથી પ્રી કોવિડવાળા રેટ લાગુ કરી દેવામાં આવશે. એટલે અત્યાર સુધી જે સ્પેશ્યલ ભાડૂ આપવામાં આવી રહ્યું હતુ, તે હવે બદલાઈ જશે અને ફરીથી રેગ્યુલર ભાડૂં આપવાનું રહેશે. આ બધા ઉપરાંત જનરલ ટિકિટવાળી સિસ્ટમ પણ ખત્મ થઈ જશે.
કહેવામાં આવ્યું છે કે, હવે માત્ર રિઝર્વ અને વેઇટિંગ ટિકિટવાળાઓને જ યાત્રા કરવાની અનુમતિ રહેશે. જનરલ ક્લાસવાળી ટિકિટ ઉપલબ્ધ રહેશે નહીં. તે વાત ઉપર પણ ભાર આપવામાં આવ્યું છે કે પહેલાથી બુક થઈ થઈ ચૂકેલી ટ્રેન ટિકિટ પર એક્સ્ટ્રા ભાડૂં વસૂલવામાં આવશે નહીં, જ્યારે કોઈ પૈસા પણ પરત આપવામાં આવશે નહીં.
હવે આટલા પરિવર્તન જરૂર કરવામાં આવી રહ્યાં છે પરંતુ કોરોના પ્રોટોકલનું પાલન ચાલું રહેશે. દરેક નિયમને કડકાઇપૂર્વક પાલન કરવા જરૂરી છે અને નિયમ તોડવા પર એક્શન પણ લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 25 માર્ચ 2020માં ટ્રેન સર્વિસને અસ્થાયી રીતે રોકી દેવામાં આવી હતી.
166 વર્ષમાં એવું પ્રથમ વખત થયું હતું કે, જ્યારે ટ્રેનનું પરિચાલન બંધ થઈ ગયું હોય. જોકે, પાછળથી માલ ગાડી અને શ્રમિક ટ્રેનોને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પછી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું શરૂ કર્યું અને રેગ્યુલર ટ્રેનોના નંબરમાં પરિવર્તન કરવામાં આવ્યા. પરંતુ હવે પ્રી કોવિડવાળી સ્થિતિ આવી ચૂકી છે. તેથી સ્પેશ્યલ ટ્રેનોની જગ્યાએ જૂની સિસ્ટમને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.