અમદાવાદના શાહપુરમાં રહેતા ગોલ્ડ મેન કુંજલ પટેલે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોતાના શરીર પર 1 કિલો 700 ગ્રામ સોનુ પહેરી કુંજલ પટેલ હંમેશા ચર્ચામાં રહેતો હતો. એટલુ જ નહિ, 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે શિવસેના પક્ષ તરફથી ઉમેદવારી પણ કરી હતી.
અમદાવાદના ગોલ્ડ મેન તરીકે ઓળખાતા અને કાર સીઝર કુંજલ પટેલના આપઘાતા મામલે માધુપુરા પોલીસે આપઘાતની તપાસ હાથ ધરી છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુંજલ પટેલ ગોલ્ડન કેન્ડિડેટ બનીને ઉભર્યા હતા. તેઓ દરિયાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બન્યા હતા. તેઓ સોનાના ઘરેણા પહેરીને લોકો વચ્ચે વોટ માંગવા નીકળ્યા હતા, જેથી વોટર્સમાં પણ અનેરુ આકર્ષણ સર્જાયુ હતું.
ચૂંટણી માટેની એફિડેવિટમાં તેમણે પોતાની પાસે 45 તોલા સોનુ હોવાનું દર્શાવ્યું હતું. જોકે, આ ચૂંટણીમા તેમની હાર થતા ડિપોઝીટ પણ ગૂલ થઈ હતી.કુંજલ પટેલે કયા કારણોસર આપઘાત કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી છે.