બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની માલિકીના ઘોડાનું સોમવારે મોત થયું હતું. બેલાગમી જિલ્લાના એક ધાર્મિક સંગઠનની સ્થાનિક સ્તરે ખૂબ નામના છે, સંસ્થા પાસે ઘણા પાણીદાર ઘોડા પણ છે. આવા એક પાણીદાર ઘોડાનું કુદરતી મોત થતા આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઘોડો ખૂબ પ્રિય હોવાથી સંસ્થાએ તેની સ્મશાનયાત્રા કાઢવાનું વિચાર્યું હતું.
આ સમાચાર સાંભળીને સેંકડો લોકો ઘોડાની અંતિમયાત્રામાં ઉમટ્યાં હતા. લોકોએ પહેલા મૃતક ઘોડાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યાર બાદ ચાર લોકોએ તેની નનામી ઉપાડી હતી. સ્મશાનયાત્રા દરમિયાન માસ્ક પહેરીને સેંકડો લોકો જોડાયા હતા તથા જયજયકાર કરતા હોવાનું પણ વાયરલ વીડિયોમાં જણાતું હતું.
કર્ણાટકમાં હાલમાં કડક લોકડાઉન છે ત્યાં 4 કરતા વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં સેંકડો લોકો ઘોડાની શ્મશાનયાત્રામાં ભેગા થવા પોલીસ પણ હરકતમાં આવી હતી અને આ ઘટનામાં અજાણ્યા લોકોની સામે ફરિયાદ દાખલ તપાસ હાથ ધરી છે. જિલ્લા વહિવટી તંત્રે પણ હંગામી ધોરણે જે વિસ્તારમાં આ ઘટના બની હતી તેને સીલ કરી દીધું છે અને કોરોનાના ટેસ્ટ શરુ કરી દીધા છે.