વડોદરામાં જુબેલીબાગ પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ કોર અન્ય કોઈ નહીં પણ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની ઇનોવા કરા હતી જેમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ કાબૂમાં લીધી હતી.

અગાઉ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા યોગેશભાઇ પટેલ પોળમાં રહે છે ત્યાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર ત્યાં પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે કારમાં એકાએક ફાટી નીકળી હતી.

સ્થાનિક વ્યક્તિએ કારમાં આગ લાગી હોવાની જાણ ધારાસભ્યને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા.(અહેવાલ: પંકજ જોષી)

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page