Tue. Sep 17th, 2024

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના આવી સામે ,સિનિયર ડોક્ટરોએ જુનિયરોનું રેગીંગ કર્યું

વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં કેટલાક માજી વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા સેકન્ડ ઈયર ના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી ફિલ્મી અંદાજ માં જાહેરમાં રેગિંંગ કરાવવાની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ છે. આ ઘટના બાદ ત્રણ સ્ટુડન્ટની તબીયત લથડતા તેઓને સારવાર આપવામાં આવી હતી.વડોદરા ની ગોત્રી હોસ્પિટલમાં રેગિંંગની આ પ્રથમ ઘટના સામે આવ્યા બાદ હોસ્પિટલની એન્ટિ રેગિંંગ કમીટીના 12 સભ્યો દ્વારા તાત્કાલીક અસરથી રેગિંંગ કરાવનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને છુટા કરી દેવામાં આવ્યા છે.

ગઈકાલે શનિવારે વહેલી સવારે 4 વાગે ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટને ઉંઘમાંથી ઉઠાડીને બીજા વર્ષના સ્ટુડન્ટને ભેગા કરવા માટે જણાવાયું હતું. પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યાર બાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠબેસ કરવાનું ફરમાન થતા તેઓ આ પ્રકારની દાદાગીરી કરતા સૌ ગભરાઈ ગયા હતાં.

પરંતું સીનીયર લોકો હેરાન કરશે તેમ માની તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠબેસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઉલટી થવા લાગતા અને એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડતા સિનિયરો ટેંશન માં આવી ગયા હતા જે વિદ્યાર્થીઓ ની તબિયત બગડી તેઓ ને સારવાર અપાઈ હતી.આ ઘટના બાદ સવારે 9 વાગે રેગિંંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરતા મામલો પ્રકાશ માં આવ્યો હતી.

તપાસ કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરોને તાત્કાલીક પગલાં ભરી છુટા કરી દીધા હતા.આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી.

Related Post

Verified by MonsterInsights