વડોદરાના ડવડેક ઍપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ કરતાં નબીરાઓને પોલીસે પકડી પાડયા છે. ચોંકાવાનારી બાબત છે કે આ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલી પાયલ રાજપૂત પણ સામેલ હતી. હાલ પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને કુલ ત્રણ યુવકોની અટકાયત કરી છે. આ સાથે BMW કાર સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાયલ રાજપૂત નામક યુવતીનાં બર્થ ડે પર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા પોલીસે રેડ પાડી અને અમદાવાદનાં ત્રણ શખ્સોની ધરપકડ કરી. દારૂની બોટલો સાથે અમદાવાદનાં ત્રણ યુવકો BMW કારમાં અમદાવાદથી વડોદરા આવ્યા હતા. પોલીસે હાલ તો ચાર લોકો સામે ફરિયાદ નોંધીને કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ સાથે નરેન્દ્ર ગોસાઈ, નીરવ શર્મા, મિતેષ રબારી અને પાયલ રાજપૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.