વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્ટા સ્કૂલ નજીકના વિસ્તારમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના બની હતી. જેમાં ધોબી યુવકની પત્નીને ભગાડી ગયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા પતિ ધોબીની લારી લઇ ગયો. જ્યારે લોકો તેમના કપડા લેવા પહોંચ્યા ત્યારે ત્યાં લારી જ નહોતી જેને અંતે સ્થાનિક લોકો પોલીસની મદદ લીધી
પોલીસ આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ થોડા સમય માટે ચકરાવે ચડી હતી. જ્યારે લોકો તપાસ કરી રહ્યા ત્યારે એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. લારી ની પોતાની પત્ની પહેલા લોકડાઉન દરમિયાન બીજા યુવક સાથે ભાગી ગઈ હતી. તે યુવક પછી એકલો રહેતો હતો. જો કે, આ દરમિયાન તે બીજી મહિલા સાથે પ્રેમમાં પડી ગયો. ત્યારબાદ બંને ભાગી ગયા હતા. જો કે, તેના પતિ, ધોબી પર ગુસ્સે થઈને, ધોબીની લારી કબજે કરી નાસી ગયો હતો.
કારેલીબાગ વિસ્તારમાં ઇસ્ત્રીની લારી સાથેનો યુવક બીજાની પત્નીને ભગાડીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ, પ્રાપ્ત માહિતી મુજબ, એક વર્ષ પહેલા, કોરોનાકાળ દરમિયાન આ ધોબી યુવકની પત્નીને અન્ય કોઇ વ્યક્તિને લઇને ભાગી ગયો હતો. ત્યારબાદ આ ધોબી યુવક અન્ય પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો અને તેને લઇને ફરાર થઇ ગયો હતો.