વડોદરા : નકલી નોટોના કૌભાંડ વારંવાર થાય છે. જાગૃત દુકાનદારો દ્વારા વડોદરાથી ડુપ્લિકેટ નોટોનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. નકલી નોટો સગીર દ્વારા વટાવવાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું.
વડોદરાના છાણી જકાતનાકા ખાતેના પ્રોવિઝન સ્ટોરમાં 500 રૂપિયાની નકલી નોટ વટાવવા નીકળેલા બે દુકાનદારોએ સગીર સહિત એક શખ્સને પોલીસને સોંપ્યો હતો. સગીરએ 500 ની નોટમાંથી સિગારેટ ખરીદી. મહિલાએ સિગરેટના પૈસા લીધા અને બીજા પૈસા પાછા આપ્યા. પરંતુ એક વ્યક્તિએ દુકાનદાર મહિલાને 500 ની નોટ તપાસવા કરવા કહ્યું. ત્યારબાદ સગીરને ઝડપી લેવામાં આવ્યો હતો.
સગીરને પકડી પાડતા પ્રેસ લખેલી કારમાંથી એક શખ્સ આવી તે તેને પ્રેસમાં હોવાનું કહી ધમકી આપી. ભરૂચના મીનાજ નાથા એ વ્યક્તિ હતા જેમણે પ્રેસના નામે રોફ જમાવતો. તે વ્યક્તિ સત્ય શિખર ખાતે સાપ્તાહિક પત્રકાર હોવાનું કહેવાતું. નકલી નોટો અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસને 500ની 27 હજારની બોગસ નોટ પ્રેસ લખેલી કારમાંથી મળી હતી. પોલીસે 54 નોટ અને કાર કબ્જે લઈ મીનાજ અબ્દુલ નાથા અને સગીરની અટકાયત કરી હતી. તો પોલીસે મીનાજ અબ્દુલ નાથા અને સગીરે અગાઉ આ નોટ ક્યાંય વટાવી હતી કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી છે. આ સાથે જ ફતેગંજ પોલીસની પ્રાથમિક તપાસમાં સાબિત થયું કે નોટો નકલી છે.